મોરબી : મોરબી જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા મોરબીના વીર શહીદ ગણેશભાઈ પરમારના પરિવારને રુબરુ મળી એક લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. આ અંગે પ્રમુખ સંતોષભાઈ શેરસીયાની સુચનાથી મોરબી જિલ્લા બિલ્ડર્સ એસોસિએશનના ઉપપ્રમુખ રુચિરભાઈ કારીયા તથા હિતેશભાઈ રંગપરીયાએ શહીદ પરીવારની મુલાકાત લઈ તેમને રકમ અર્પણ કરી હતી. ત્યારે પરિવારને મળી અને બિલ્ડર્સ એસોસિએશનનાં પૂર્વ પ્રમુખ શામજીભાઈ રંગપરીયાના પુત્ર અને બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ હિતેશભાઈ રંગપરીયાએ પણ એક લાખની રકમ અર્પણ કરી હતી.આ તકે બિલ્ડર એસોસીએશનના ઉપપ્રમુખ રૂચિરભાઈ કારીયા, ઉપપ્રમુખ હિતેશભાઈ રંગપરીયા, પૂર્વ ઉપપ્રમુખ ભાવેશભાઈ કણજારીયા તેમજ મોરબીના બિલ્ડર ગૌરવભાઈ કારીયાની ખાસ હાજરી રહી હતી. બિલ્ડર એસોસીએશન દ્વારા શહીદના પરિવાર પ્રત્યે સંવેદના અને સન્માન વ્યક્ત કરી, તેમનો સાથ હંમેશા રહેશે તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ શહીદ ગણેશભાઈ પરમારના બલિદાનને નમન કર્યું હતું.












