Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં નવા 4482 યુવા મતદારો ઉમેરાયા

મોરબી જિલ્લામાં નવા 4482 યુવા મતદારો ઉમેરાયા

જિલ્લામાં SIR અંતર્ગત મેગા કલેક્શન કેમ્પમાં 11232 મતદારોએ રજૂ કર્યા પુરાવા

SIR પ્રાથમિક મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ ચાર દિવસ માટે ખાસ ઝુંબેશમાં કુલ 14106 મતદારોએ લાભ લીધો

મોરબી : મોરબી જિલ્લામાં SIR એટલે કે, સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવીઝન અંતર્ગત તમામ મતદારોની વર્ષ 2002ની સ્થિતિએ મેપિંગ માટે સઘન મતદાર યાદી સુધારણા કરી મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરી નવા મતદારોની નોંધણી, સુધારા વધારા અને નો મેપિંગ કેટેગરીમાં રહેલા મતદારો માટે ચાર દિવસની મેગા કલેક્શન ઝુંબેશમાં 14106 મતદારોએ લાભ લીધો હતો.જેમાં 4482 જેટલા યુવા મતદારો સહિત કુલ 6677 મતદારોએ નામ ઉમેરવા, સુધારવા અરજી કરી હતી. સાથે જ નો મેપિંગ કેટેગરીના 11232 મતદારોએ પુરાવા રજૂ કર્યા હતા.

કેન્દ્રીય ચૂંટણીપંચના આદેશ અન્વયે રાજ્યમાં SIR અંતર્ગત મતદાર યાદીની સઘન સુધારણા કરવામાં આવ્યા બાદ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરી 1-1- 2026ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોની નામ નોંધણી, સુધારા વધારા તેમજ SIR અંતર્ગત જે – જે મતદારો વર્ષ 2002ની સ્થિતિએ પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાયેલ હોવા પુરાવા રજૂ ન કરી શક્યા હોય તેવા મતદારો માટે તા.27, 28 ડિસેમ્બર અને તા.3 અને 4 જાન્યુઆરી 2026ના રોજ મોરબીની ત્રણેય વિધાનસભા બેઠકના તમામ મતદાન મથકો ખાતે મેગા કલેક્શન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં મોરબી જિલ્લામાં નો મેપિંગ કેટેગરીમાં રહેલા કુલ 48,465 મતદારો પૈકી 11232 મતદારોએ પોતાની ઓળખના પુરાવા રજૂ કર્યા હતા.

આ ઉપરાંત આ ચાર દિવસની મેગા કલેક્શન ઝુંબેશ દરમિયાન નવા યુવા મતદાર તરીકે કુલ 4482 મતદારોએ તેમજ અન્ય મતદાર મળી કુલ 6677 અરજી મતદાર યાદીમાં નામ ઉમેરવા કરી હતી. આ ઉપરાંત 7429થી વધુ મતદારોએ પોતાના નામ, સરનામા સહિતની વિગતો સુધારવા માટે અરજી કરી હતી. મોરબી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મોરબી, ટંકારા અને વાંકાનેર એમ ત્રણેય વિધાનસભા બેઠકમાં બુથ લેવલ પર હાથ ધરાયેલ આ ઝુંબેશમાં કુલ 14106 મતદારોએ નામ ઉમેરવા, સુધારા વધારા માટે અરજી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments