મોરબી : મોરબીમાં સીએનજી રિક્ષામાં ક્રુરતા પૂર્વક કતલખાને લઈ જવાતા એક પશુને ગૌરક્ષકોને છોડાવી બી ડિવિઝન પોલીસમાં બે લોકો સામે ધોરણસરની કાર્યવાહી કરાવવામાં આવી છે.
અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ અને હિન્દુ યુવા વાહિનીના ગૌરક્ષકને માહિતી મળી હતી કે, માથક થઈને મોરબી એક પશુ કતલ કરવાના ઇરાદે આવી રહ્યું છે. જે સીએનજી રીક્ષા નંબર GJ 36 W 8911માં છે. આ રિક્ષાને ગૌરક્ષકોએ રફાળીયા થઈને મોરબી સામાકાંઠે આવતા અટકાવી ક્રુરતાપૂર્વક બાંધેલ પશુ છોડાવ્યું હતું. વાહન ચાલકને પૂછપરછ કરતા તેની પાસે કોઈ પણ પરમિટ ન હોવાનું અને માથકથી ભરેલ પશુ મોરબી ખાટકીવાસમાં કતલ કરવા લઈ જવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. જેથી 2 લોકોને બી ડિવિઝન પોલીસને સોંપી ધોરણસરની કાર્યવાહી કરાવી હતી. તેમ ગૌરક્ષકોની યાદીમાં જણાવાયું છે.










