Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના વિઠલપર ગામ નજીક કારમાંથી ૨.૭૨ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેરના વિઠલપર ગામ નજીક કારમાંથી ૨.૭૨ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

વિઠલપર ગામના પાટિયા નજીકથી કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર એક ઈસમને ઝડપી લઈને પોલીસે કારમાંથી દારૂની ૨૫૨ બોટલ અને કાર મળીને કુલ રૂ ૭.૮૨ લાખનો મુદામાલ કબજે લીધો છે

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિઠલપર ગામના પાટિયા પાસે રોડ પરથી પસાર થતી એકસ્ટર ગાડી જીજે ૦૩ પીએમ ૫૭૫૫ વાળી શંકાસ્પદ લાગતા રોકી તલાશી લીધી હતી જે કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો કારમાંથી બ્લેક જગુઆર રમ બોટલ નંગ ૭૨ કીમત રૂ ૭૯,૨૦૦, 8 પીએમ વ્હીસ્કી બોટલ નંગ ૮૪ કીમત રૂ ૯૨,૪૦૦ અને ગ્રીન લેબલ વ્હીસ્કી બોટલ ૯૬ કીમત રૂ ૧,૦૫,૬૦૦ નો જથ્થો કબજે લીધો હતો

દારૂનો જથ્થો કીમત રૂ ૨,૭૭,૨૦૦ તેમજ મોબાઈલ કીમત રૂ ૫ હજાર અને કાર કીમત રૂ ૫ લાખ સહીત કુલ રૂ ૭,૮૨,૨૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી સુનીલ હરેશભાઈ ઉર્ફે હકાભાઇ સાકરીયા (ઉ.વ.૩૦) રહે રાજકોટ વાળાને ઝડપી લીધો છે તેમજ આરોપી સિરાજ રજાકભાઈ લિંગડીયા રહે ખ્વાજા રોડ જંગલેશ્વર રાજકોટ વાળાનું નામ ખુલતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments