મોરબી: મોરબીના ધોરણ 12 ના જે વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) તરીકે પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છે છે, તેમના માટે પ્રતિષ્ઠિત ‘જે કે શાહ ક્લાસિસ’ હવે મોરબીના આંગણે આવી રહ્યા છે. આ નિમિત્તે મોરબીની જાણીતી પી. જી. પટેલ કોલેજ ખાતે એક વિશેષ કેરિયર માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર આગામી 4 ફેબ્રુઆરી, 2026 ના રોજ બપોરે 03:00 કલાકે સનાળા રોડ પર, મહેશ હોટેલ પાસે આવેલી પી. જી. પટેલ કોલેજ ખાતે યોજાશે.
આ ભવ્ય સેમિનારનું સંચાલન જે. કે. શાહ ક્લાસિસના ગુજરાત હેડ પ્રો. વિપુલ ઘેડિયા દ્વારા કરવામાં આવશે. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને CA અને તેના સમકક્ષ કોર્સમાં રહેલી તકો વિશે ઊંડાણપૂર્વક સમજ આપવાનો છે. ખાસ કરીને મોરબીમાં જ રહીને CAનું કોચિંગ લેવાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેવી રીતે સરળતા રહેશે અને વાલીઓને આર્થિક રીતે કેટલી બચત થશે, તેવા પાયાના મુદ્દાઓ પર અહીં વિશેષ ચર્ચા કરવામાં આવશે.
નોંધનીય છે કે, મોરબીની પી. જી. પટેલ કોલેજનું CA ફાઉન્ડેશનનું પરિણામ અત્યાર સુધી 40% જેટલું ઊંચું રહ્યું છે, જે રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરો કરતા પણ વધુ છે. આ સફળતા પાછળના કારણો અને મોરબીમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ વિશે પણ પ્રો. વિપુલ ઘેડિયા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.
સેમિનારમાં ભાગ લેવા માટે સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલ રજિસ્ટ્રેશન લિંક
http://docs.google.com/forms/d/e/1FAIpQLSeGWvsNRYRtyN4-NRZgnHFv0hv5jI6ooytPB3Ms0XID__FH0g/viewform?usp=header
પર રજીસ્ટ્રેશન કરવું. વધુ માહિતી કે પૂછપરછ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ મોબાઈલ નંબર 82383 88777 પર સંપર્ક કરી શકે છે.









