Tuesday, February 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નાગરિક સહકારી બેંકની 8 તારીખે ચૂંટણી : ફૂલના નિશાનને મત આપવા...

મોરબી નાગરિક સહકારી બેંકની 8 તારીખે ચૂંટણી : ફૂલના નિશાનને મત આપવા ઉમેદવારોની સભાસદોને અપીલ

મોરબી : મોરબી નાગરિક સહકારી બેંક લી.ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણી માટે આગામી તારીખ 8 ફેબ્રુઆરી ને રવિવારના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટિંગ યાર્ડ ખાતે ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ ચૂંટણીમાં ફૂલના નિશાન પર મત આપીને તેમની પેનલને વિજયી બનાવવા ઉમેદવારો દ્વારા સભાસદોને અપીલ કરવામાં આવી છે.

ફૂલના નિશાન સાથે આ ઉમેદવારો મેદાને

ક્રમ નં-5 દિપકભાઈ રમણીકભાઈ પોપટ (યુવા આગેવાન, લોહાણા સમાજ, રિદ્ધિ ફટાકડા સેન્ટર- મોરબી)
ક્રમ નં-7 પરેશભાઈ ઘનશ્યામભાઈ કચોરીયા (મહેશ્વરી વાણીયા, સામાજિક આગેવાન- મોરબી)
ક્રમ નં-9 ભૂપતભાઈ પરમાનંદભાઈ રવેશીયા (પ્રમુખ, લોહાણા વિદ્યાર્થી ભવન- મોરબી)
ક્રમ નં-10 મનિષકુમાર પ્રાગજીભાઈ ઓગણજા (પટેલ સમાજ યુવા આગેવાન- મોરબી)
ક્રમ નં-11 સંજયભાઈ રમણીકભાઈ ધોળકીયા (યુવા આગેવાન બ્રહ્મ સમાજ, શિવમ ડેવલોપર્સ- મોરબી, સંજયભાઈ સિક્યોરિટીવાળા)
ક્રમ નં-12 હિમાંશુ ભૂપતભાઈ રવેશીયા (યુવા આગેવાન, લોહાણા સમાજ- મોરબી)

ઉપરોક્ત તમામ ઉમેદવારો ફૂલના નિશાન સાથે ચૂંટણી લડી રહ્યા છે. તેઓએ સભાસદોને વચન આપતાં જણાવ્યું છે કે, તેઓની પેનલ વિજેતા થશે તો બેંકનું તમામ કામકાજ પારદર્શક રીતે તેમજ નવી ટેક્નોલોજી સાથે કરવામાં આવશે. સભાસદોને પડતી મુશ્કેલીમાં હરહંમેશ મદદરૂપ થવામાં આવશે. મોરબી નાગરિક સહકારી બેંકની બીજી નવી બ્રાંચ બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે. ત્યારે બેંકના તમામ સભાસદોને ફૂલના નિશાન પર મત આપી ઉમેદવારોને વિજયી બનાવવા તમામ ઉમેદવારો દ્વારા અપીલ કરવામાં આવી છે. એક સભાસદ કુલ 6 મત આપી શકશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments