મોરબી : મોરબી શહેરના માળીયા ફાટક પાસે રસ્તો ઓળંગી રહેલા નિઝામભાઈ રહીમભાઈ મોવર ઉ.30 રહે.શક્તિનગર નામના યુવકને ગત તા.5ના રોજ બપોરના સમયે ટ્રક નંબર જીજે – 10 – ઝેડ – 7453ના ચાલકે હડફેટે લઈ માથું ટાયર નીચે કચડી નાખતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ અંગે મૃતકના કાકા અકબરભાઈ હાજીભાઈ મોવર રહે.ઇન્દિરાનગર મોરબી વાળાએ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.








