મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 9 ફેબ્રુઆરી ને સોમવારના રોજ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીઓના જાહેર થયેલા ભાવ નીચે મુજબ રહ્યા છે. આજે કપાસ અને મગફળીની સારી આવક સાથે ભાવોમાં પણ મજબૂતી જોવા મળી હતી.
મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 537 ક્વિન્ટલ એટલે કે 2685 મણ કપાસની આવક થઈ છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1570 રૂપિયા સુધી બોલાયા છે. 100 ક્વિન્ટલ મગફળીની આવક થઈ છે. મગફળીના સૌથી ઉંચા ભાવ 1550 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 567, તલના 1734 જીરુંના 4320, જુવારના 1100, સીંગદાણાના 1530, તુવેરના 1573, ચણાના 1046, એરંડાના 1260, રાયડાના 1222 અને ધાણાના 1627 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.
આ ઉપરાંત શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 600, કારેલાના 900, ગુવારના 2000, ભીંડાના 900, ટમેટાના 340, કોબીજના 180, કાકડીના 500, લીંબુના 700, દુધીના 300 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 320 સુધીના બોલાયા હતા.









