મયુર રાવલ હળવદ
હળવદ શહેરમાં શિવરાત્રીને લઈને વહેલી સવારથી શિવાલયો માં ભક્તોનુ ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને હર હર મહાદેવના નારા સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા હતા,મહાશિવરાત્રી પર્વને લઇને ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. વિવિધ શિવમંદિરોમાં હષો ઉલાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.વિવિધ શિવાલયમાં પાલખી યાત્રા, મંદિરોમાં 4 પ્રહર પૂજન, સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે શહેર ફરતે ચાર બાજુ શિવમંદિરો આવેલા છે. હળવદનું શરણેશ્વર મહાદેવ , વૈજનાથ મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ,ભૂતેશ્વર મહાદેવ, ગૌલોકકેશ્વર મહાદેવ, નિલકંઠ મહાદેવ.સહીતના મંદીરો વર્ષો જુના પુરાણુ છે. અહીં શિવરાત્રીના દિવસે દર્શનનું મહત્વ વધુ હોય છે. દર વર્ષની જેમ આ વર્ષ પણ અહીં શિવરાત્રી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, શહેરના રાજમાર્ગો તેમજ મંદિરે ભવ્યરોશની શણગાર કરી મહાદેવનું રાત્રીના 4 પહરનું વિશેષ પૂજન જેમાં અભિષેક, રૂદ્રીપાઠ, -બેલિપત્રથી પૂજન કરવામાં આવશે.જોગાનુ જોગ હળવદનો આજે સ્થાપના દીવસ..હેપી બર્થ ડે હળવદ,આજે ૫૩૮ વર્ષનું થયું હતું,ઇ.સ ૧૪૮૮ વિક્રમ સવંત ૧૫૪૪ ના મહાવદી તેરસને(મહાશિવરાત્રી) સોમવારે હળવદ ગામનો પાયો રાજા રાજોધરજીએ નાખ્યો હતો,ઝાલાવાડ ની ઐતિહાસિક નગરી છોટી છોટી કાશી હળવદના સ્થાપના દિવસ નિમિત્તે શહેરમાં વિવિધ શિવાલયો, રાજમાર્ગોઓ રોશનીથી શણગારવામાં આવ્યા, રાત્રિના ભવ્ય લોક ડાયરા હળવદ નગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ સફળ બનાવા હળવદ નગરપાલિકાના પ્રમુખ ફોરમબેન રાવલ તથા ચીફ ઓફિસર તુષાર ઝાલોરીયા સહિત નગરપાલિકા સ્ટાફ તથા સદસ્યો દ્વારા ભારે જેમત ઉઠાવવામાં આવી હતી.
















