Sunday, February 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવીજ બિલ બાકી હશે તો ૨૫ તારીખે કપાશે વીજ કનેક્શન

વીજ બિલ બાકી હશે તો ૨૫ તારીખે કપાશે વીજ કનેક્શન

મોરબી: પીજીવીસીએલ (PGVCL) કોર્પોરેટ ઓફિસ દ્વારા આગામી તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ મેગા ડિસકનેક્શન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જિલ્લાના તમામ વીજ ગ્રાહકોને બાકી બીલની રકમ સત્વરે ભરી આપવા તાકીદ કરવામાં આવી છે.

પીજીવીસીએલ દ્વારા જણાવાયું છે કે, મોરબી જિલ્લા હેઠળના તમામ તાલુકા, શહેર અને ગામોમાં જે ગ્રાહકોએ પોતાના વીજબીલની બાકી નીકળતી રકમ નિયત સમયમર્યાદામાં ભરપાઈ કરી નથી, તેઓએ તા. ૨૫-૦૨-૨૦૨૬ પહેલા પોતાની બાકી રકમ ભરી દેવી. જો ગ્રાહકો આ સમયગાળામાં બિલ નહિ ભરે તો ૨૫ તારીખના રોજ તેમનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી જે તે ગ્રાહકની રહેશે.

આ મેગા ડિસકનેક્શન ડ્રાઇવમાં રહેણાંક (ઘર), દુકાન, ઓફિસ, મીલ, કંપની તેમજ ખેતીવાડી સહિતના તમામ પ્રકારના વીજ જોડાણો આવરી લેવામાં આવશે. કોઈ પણ પ્રકારની બાકી રકમ ચલાવી લેવામાં આવશે નહિ.

સમગ્ર મોરબી જિલ્લામાં બાકી બિલ ધરાવતા ગ્રાહકોના વીજ કનેક્શન કાપવાની કડક કામગીરી માટે પીજીવીસીએલની ઓછામાં ઓછી ૨૧૦ જેટલી અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે, જે આખા જિલ્લામાં ફરશે. તેથી ગ્રાહકોને સમયસર બિલ ભરી કનેક્શન કપાવાની અગવડતાથી બચવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments