Sunday, March 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના નવાપરા નજીક રીક્ષાની ઠોકરે બાઈક ચાલક વૃદ્ધનું મોત

વાંકાનેરના નવાપરા નજીક રીક્ષાની ઠોકરે બાઈક ચાલક વૃદ્ધનું મોત

નવાપરાથી વાસુકીદાદા મંદિર જતા રોડ પર પુરપાટ જતી રીક્ષાના ચાલકે મજુરી કામે જતા ૮૦ વર્ષીય વૃદ્ધના બાઈકને ઠોકર મારી હતી અકસ્માતમાં વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત સર્જી રીક્ષા મૂકી ચાલક નાસી ગયો હતો

વાંકાનેરના કુંભારપરાના રહેવાસી મયુરભાઈ રામજીભાઈ મકવાણાએ સીએનજી રીક્ષા જીજે ૩૬ યુ ૧૫૬૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના કાકા વાલજીભાઈ રવજીભાઈ મકવાણા (ઉ.વ.૮૦) રહે કુંભારપરા વાંકાનેર વાળા ગત તા. ૨૮ ના રોજ સવારના આઠેક વાગ્યે પોતાનું બાઈક જીજે ૦૩ એફસી ૮૦૯૫ લઈને મજુરી કામ જતા હતા ત્યારે વાંકાનેરથી મોરબી જતા હાઈવે પર નવાપરાની કટ વાસુકીદાદા મંદિર પાસે રીક્ષા ચાલકે પુરઝડપે ચલાવી રોંગ સાઈડમાં આવી ફરિયાદીના કાકાના બાઈકને હડફેટે લેતા અકસ્માત સર્જ્યો હતો

અકસ્માતમાં બાઈક ચાલક વાલજીભાઈ મકવાણાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ રીક્ષા સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો વાંકાનેર સીટી પોલીસે ફરાર રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments