મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે પર સરતાનપર ચોકડી પાસે આવેલ તુલસી પેટ્રોલપંપ ખાતે રહેતા દીપસિંહ મોટસિંહ રાવત ઉ.38 નામના આધેડને ગઈકાલે બપોરના સમયે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ મૃત્યુ નીપજ્યું હતું.હાર્ટએટેકના આ બનાવમાં મૃતકના ભાઈ દીપસિંહને લઈ મોરબી સિવિલ પહોંચ્યા હતા પરંતુ હોસ્પિટલ ખાતે મૃતદેહ જ પહોંચ્યો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










