Saturday, March 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી: ધોરણ 10 બોર્ડની પરીક્ષાના ત્રીજા દિવસે બેઝિક ગણિતના પેપરમાં 218 વિદ્યાર્થીઓ...

મોરબી: ધોરણ 10 બોર્ડની પરીક્ષાના ત્રીજા દિવસે બેઝિક ગણિતના પેપરમાં 218 વિદ્યાર્થીઓ ગેરહાજર

મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધોરણ 10 (SSC) ની બોર્ડની પરીક્ષામાં આજે ત્રીજા દિવસે બેઝિક ગણિત અને વિજ્ઞાનમ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. મોરબી ઝોન 125 માં આજે કુલ 218 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર નોંધાયા હતા.

મોરબી ઝોનલ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ, આજે તારીખ 06-03-2026 ના રોજ ધોરણ 10 માં બેઝિક ગણિત (કોડ 18) અને વિજ્ઞાનમ (કોડ 505) નું પેપર હતું. જેમાં મોરબી ઝોનમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ મળીને કુલ 12,745 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. જેમાંથી 12,527 વિદ્યાર્થીઓએ હાજર રહીને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી, જ્યારે 218 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

વિષય અને માધ્યમ મુજબ આંકડાની વિગત

બેઝિક ગણિત (ગુજરાતી માધ્યમ): કુલ 12,395 વિદ્યાર્થીઓમાંથી 12,183 હાજર અને 212 ગેરહાજર રહ્યા હતા.

બેઝિક ગણિત (અંગ્રેજી માધ્યમ): કુલ 335 વિદ્યાર્થીઓમાંથી 329 હાજર અને 6 ગેરહાજર રહ્યા હતા.

વિજ્ઞાનમ (ગુજરાતી માધ્યમ): કુલ 15 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને આ તમામ 15 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા.

આમ, મોરબી ઝોનમાં આજની પરીક્ષામાં કુલ મળીને 218 વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઈ છે. તમામ કેન્દ્રો પર ચુસ્ત વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ રીતે પેપર પૂર્ણ થયું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments