નૂતન વર્ષના અભિવાદન સાથે મોરબી-માળિયા વિધાનસભા ભાજપ પરિવારના કાર્યકરો અને આગેવાનો એક મંચ પર મળશે, સમૂહ ભોજનનું પણ આયોજન
મોરબી ડેઇલી : દીપાવલી પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છાઓની આપ-લે સાથે સંગઠનના કાર્યકરો અને આગેવાનો વચ્ચે આત્મીયતાનો સેતુ મજબૂત બને તેવા આશયથી મોરબી-માળિયા વિધાનસભા વિસ્તારના ભાજપ પરિવાર દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે આગામી 22 નવેમ્બર, રવિવારના રોજ સાંજે 4થી 7 વાગ્યા દરમિયાન યોજાનારા આ સ્નેહમિલનમાં રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહેશે. સંવત 2083ના પ્રારંભ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં પક્ષના કાર્યકરો, આગેવાનો અને પરિવારજનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનનાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમજ ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યને કેન્દ્રમાં રાખીને યોજાનારા આ મિલનમાં સંગઠનના વડીલોનું માર્ગદર્શન અને કાર્યકરો વચ્ચે શુભેચ્છાઓની આપ-લે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ માટે સમૂહ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.









