Saturday, March 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જલારામ ધામ ખાતે વિનામૂલ્યે નેત્રમણી કેમ્પ યોજાયો, ૧૯૮ દર્દીઓએ લીધો લાભ

મોરબી જલારામ ધામ ખાતે વિનામૂલ્યે નેત્રમણી કેમ્પ યોજાયો, ૧૯૮ દર્દીઓએ લીધો લાભ

મોરબી : રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના સંયુક્ત ઉપક્રમે અયોધ્યાપુરી રોડ પર આવેલ જલારામ ધામ ખાતે સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અશોકભાઈ લાલજીભાઈ કાથરાણી પરિવારના સહયોગથી ૪ માર્ચના રોજ યોજાયેલા આ કેમ્પમાં ૧૯૮ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી ૧૨૪ દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા છે.

દર મહિનાની ૪ તારીખે યોજાતા આ કેમ્પની શૃંખલામાં આ ૫૪મો કેમ્પ હતો. ગત ૫૩ મહિનાઓ દરમિયાન કુલ ૧૫,૦૩૮ લોકોએ નિદાનનો લાભ લીધો હતો અને ૬,૮૪૮ લોકોના સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા. આજના ૧૯૮ દર્દીઓ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૫,૨૩૬ લોકોનું વિનામૂલ્યે સચોટ નિદાન થયું છે.

આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો. કાનજીભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ અને નિલેશભાઈ રાઠોડ દ્વારા દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી. રાજકોટ ખાતે અત્યાધુનિક ફેકો મશીનથી ટાંકા વગરના સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે ઓપરેશન કરવામાં આવશે. દર્દીઓ માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા, રહેવા-જમવા, ચા-નાસ્તો, ચશ્મા અને દવા સંસ્થા દ્વારા તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે.

આ સેવાકાર્યને સફળ બનાવવા જલારામ સેવા મંડળ, જલારામ ધામ મહિલા મંડળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગીરીશભાઈ ઘેલાણી, ભાવિનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિત કક્કડ, હિતેશ જાની, જયંતભાઈ રાઘુરા, સંજય હિરાણી, રમણીકલાલ ચંડીભમર, સી.ડી. રામાવત, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, કૌશલભાઈ જાની, મુકુંદભાઈ મીરાણી, નરેન્દ્રભાઈ પાઉ, કિશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દિનેશભાઈ સોલંકી અને નરશીભાઈ રાઠોડ સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

આગામી કેમ્પ આવતા મહિનાની ૪ તારીખે યોજાશે. જેમાં લાભ લેવા માટે કોઈ એડવાન્સ બુકિંગની જરૂર નથી, પરંતુ તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું ફરજિયાત છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી (૯૮૨૫૦૮૨૪૬૮), નિર્મિત કક્કડ (૯૯૯૮૮૮૦૫૮૮), હરીશભાઈ રાજા (૯૮૭૯૨૧૮૪૧૫) અથવા અનિલભાઈ સોમૈયા (૮૫૧૧૦૬૦૦૬૬)નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments