Saturday, March 7, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વુમન પાવર એવોર્ડ નું આયોજન

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વુમન પાવર એવોર્ડ નું આયોજન


  
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા તારીખ 8 માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી સંદર્ભે મોરબી શહેરમાં તેમજ તેની આસપાસના વિસ્તારમાં મહિલા શક્તિ દ્વારા ચાલતી સંસ્થાઓ તેમજ પોતાના અનોખા સેવા કાર્યો તેમ જ આગવા યોગદાન ને લીધે સફળતાના શિખરો સર કરતા મહિલાઓના સન્માન માટે એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે.  આ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રના 28 જેટલા મહિલાઓનું વિશેષ સન્માન મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમ માં શહેરના અગ્ર ગણ્યા મહિલા હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિત રહેશે . સંસ્થાના ફાઉન્ડર શોભનાબા ઝાલા એ તેમની યાદીમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અમારા ઇમિડીયેટ પાસ્ટ નેશનલ ચેરપર્સન સ્વર્ગસ્થ શ્રીમતી આશાબેન હિતેશભાઈ પંડ્યા કે જેઓને ઉદ્ગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  વુમન્સ એમ્પાવરમેન્ટ માટેનો વિશેષ એવોર્ડ પણ અપાયેલ હતો તેવા કે જેઓએ ઇન્ડિયન લાયન્સ ક્લબના વિકાસ માટે  પોતાનો અમૂલ્ય ફાળો આપેલો હતો તેમની યાદમાં આ વિશેષ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે . આ કાર્યક્રમ નું આયોજન તારીખ 8 મી માર્ચના રોજ સનાળા રોડ પર આવેલ હોટલ અતિથિના બેન્કવેટ હોલમાં સવારે 10:00 વાગ્યે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આ ઉપરાંત પોતાનો સ્વતંત્ર બિઝનેસ અને ઘર તેમજ બાળકો ની જવાબદારી સંભાળતા સંભાળતા વર્ષ 2017 થી જેઓ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા થતી તમામ પ્રવૃત્તિઓમાં સતત દોડતા એવા તમામે તમામ મેમ્બરો ને હાલના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા તરફથી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments