મહેન્દ્રનગર ખાતે હિન્દુ સમાજમાં એકતા, સંસ્કાર અને સમાજ જાગૃતિના ઉદ્દેશ્ય સાથે ભવ્ય “હિન્દુ સંમેલન કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ૦૭ માર્ચ ૨૦૨૬, શનિવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે રામધન આશ્રમ, મહેન્દ્રનગર ખાતે યોજાશે.
કાર્યક્રમ પૂર્વે રાત્રે ૮:૦૦ કલાકે શિવ મંદિર મહેન્દ્રનગરથી રામધન આશ્રમ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાશે, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ભાગ લેશે. સંમેલનનો મુખ્ય સંદેશ “હિન્દુ હિન્દુ એક રહે, ભેદભાવ કોઈ નહીં સહે” રહેશે.
આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે શ્રી દેવેન્દ્રભાઈ દેવે (સહ કાર્યવાહ – સૌરાષ્ટ્ર પ્રાંત, RSS) ઉપસ્થિત રહી હિન્દુ સમાજને સંબોધિત કરશે. કાર્યક્રમમાં વિશેષ આશીર્વચન આપવા માટે શ્રી ભાણદેવજી મહારાજ ,શ્રી ભાવેશ્વરી માતાજી, શ્રી દેવાનંદગિરી બાપુ, શ્રી પૂર્ણપ્રકાશ સ્વામી, શ્રી સરદમુનિ ઉદાસીન, શ્રી જય દેવઆનંદ ગીરનારી ઉપસ્થિત રહેશે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હિન્દુ સંમેલન સમિતિ, મહેન્દ્રનગર મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સૌજન્ય હરિ ઓમ નાસ્તા ઝોન – મહેન્દ્રનગર ચોકડી દ્વારા આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવે તેવી હિન્દુ સંમેલન સમિતિ મહેન્દ્રનગર દ્વારા અપીલ કરવામાં આવી છે.











