Monday, March 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વીસીપરામાં ઝઘડો: કચરો સળગાવવાના મુદ્દે મહિલાને માર માર્યાની ફરિયાદ

મોરબીના વીસીપરામાં ઝઘડો: કચરો સળગાવવાના મુદ્દે મહિલાને માર માર્યાની ફરિયાદ

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરામાં રહેતા મહિલાએ ઘર પાસે કચરો સાફ કરી ઘાસ તેમજ કચરો સળગાવતા પાડોશમાં રહેતા મહિલા સહિતના ચાર ઈસમોએ ગાળાગાળી કરી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરામાં આવેલ રોહિદાસપરામાં કબીર આશ્રમ પાસે રહેતા રચનાબેન નરેશભાઈ પંડ્યા ઉ.26 નામના મહિલાએ પાડોશમાં રહેતા આરોપી મહિલા ગીતાબેન દેવજીભાઈ પરમાર, દેવજીભાઈ મુળજીભાઈ પરમાર, ડેનિશ દેવજીભાઈ પરમાર અને આરોપી ઋષિ દેવજીભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ફરિયાદીએ ઘર પાસે કચરો તેમજ ઘાસ સાફ કરી સળગાવતા હતા ત્યારે આરોપીઓએ બોલાચાલી ઝઘડો કરી ગાળાગાળી કરી પોતું કરવાની લાકડી વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments