વાંકાનેર તાલુકાના ભલગામ નજીક હીટ એન્ડ રનના બનાવમાં રાહદારી આધેડનું મોત થયું છે પગપાળા ચાલીને જતા આધેડને અજાણ્યા વાહનચાલકે ઠોકર મારતા મોત થયું હતું અકસ્માત બાદ વાહન લઈને ચાલક નાસી ગયો હતો
વાંકાનેર તાલુકાના ભલગામના રહેવાસી આશિષ જગુભાઈ બેડવા (ઉ.વ.૨૩) નામના યુવાને અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૭ ના રોજ રાત્રીના નવેક વાગ્યે ફરિયાદીના પિતા જગુભાઈ હમીરભાઈ બેવડા નવા ભલગામથી જુના ભલગામ ચાલીને ઘરે જતા હતા ત્યારે રામદેવપીર મંદિર પાસેથી વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ જતા હાઈવે ક્રોસ કરતા અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા જગુભાઈનું મોત થયું હતું અકસ્માત બાદ પોતાનું વાહન લઈને અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે










