ઈંગોરાળા મયાપુર રોડ પર નર્મદા કેનાલ પાસેથી કારમાં બીયરનો જથ્થો લઇ જતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રૂ ૨.૬૩ લાખનો મુદામાલ કબજે લીધો છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઈંગોરાળા મયાપુર રોડ પર નર્મદા કેનાલ પાસેથી અલ્ટો જીજે ૦૫ જેઆર ૦૯૬૬ વાળી રોકી તલાશી લેતા કારમાંથી બીયરના ૧૮૬ ટીન કીમત રૂ ૪૦,૯૨૦ અને અન્ય બ્રાંડના બીયર ૧૧૪ નંગ કીમત રૂ ૨૨,૮૦૦ સહીત કુલ રૂ ૬૩,૭૨૦ નો જથ્થો મળી આવતા બીયરનો જથ્થો અને કાર કીમત રૂ ૨ લાખ સહીત કુલ રૂ ૨,૬૩,૭૨૦ નો મુદામાલ કબજે લીધો છે તેમજ આરોપી સુરેશ કંદુભાઈ રાઠવા અને મહેન્દ્ર ઉર્ફે મુન્નો ભીમાભાઇ જીન્જુવાડિયા રહે બંને નવા ઈશનપુર તા. હળવદ વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે










