મોરબી : મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન જેઠાભાઈ પારેઘી આગામી ત્રણ દિવસ માટે દિલ્હી ખાતે યોજાનાર વર્કશોપમાં હાજરી આપવા જઈ રહ્યા છે. દિલ્હીમાં ૧૧-૦૩-૨૦૨૬ ના રોજ આયોજિત નેશનલ કોન્ફરન્સ ઓફ WER વર્કશોપમાં તેઓનું નોમિનેશન થયું છે.
આ વર્કશોપમાં જવા માટે તેઓ ૧૦-૦૩-૨૦૨૬ ની ફ્લાઇટ દ્વારા દિલ્હી જવા રવાના થશે, જેના કારણે ૧૦-૦૩-૨૦૨૬ ના રોજ મળનારી ખાસ સામાન્ય સભામાં તેઓ ઉપસ્થિત રહી શકે તેમ નથી. તેમની ગેરહાજરીના સમયગાળા દરમિયાન, એટલે કે તા. ૧૦-૦૩-૨૦૨૬ થી ૧૨-૦૩-૨૦૨૬ સુધી, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનો ચાર્જ, તમામ સત્તાઓ અને કાર્યો ઉપપ્રમુખ હિરાલાલ જીવણભાઈ ટમારીયાને સોંપવામાં આવ્યા છે.










