જુના ઘૂટું રોડ પરની ફેકટરીમાં ૪૬ વર્ષીય આધેડ બીમાર હોય અને પોતાના રૂમમાં લોહીની ઉલટી થયા બાદ મોત થયું હતું
મૂળ ચોટીલાના રાજપરા ગામના વતની હાલ મોરબીના જુના ઘૂટું રોડ પર આવેલ અલ્ટ્રા સેનેટરીવેર કારખાનામાં રહીને કામ કરતા ગેલાભાઈ પાલાભાઇ વાઘેલા (ઉ.વ.૪૬) નામના આધેડ પાંચેક વર્ષથી ડાયાબીટીસ બીમારીથી પીડિત હોય અને લેબર કોલોનીમાં પોતાના રૂમમાં લોહીની ઉલટી થવાથી આધેડનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે










