Friday, March 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવિદ્યાનગરમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ભવ્ય નારી રત્ન સન્માન સમારોહ – 2026...

વિદ્યાનગરમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ભવ્ય નારી રત્ન સન્માન સમારોહ – 2026 યોજાયો

મયૂર રાવલ, હળવદ

સાહિત્યથી લઈને રમતગમત સુધીના 11 ક્ષેત્રોની પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન • “એક ભારત ના શિલ્પી – જય સરદાર પટેલ” પુસ્તકનું વિમોચન

8 માચૅ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નમસ્કાર ગુજરાત દૈનિક અને સીને મીડિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા એમ.પી. પટેલ ઓડિટોરિયમ, વિદ્યાનગર ખાતે નારી રત્ન સન્માન સમારોહ – 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર મહિલાઓને સુંદર ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમના મુખ્ય આયોજક સીને મીડિયા ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. કલ્પેશ પટેલ હતા. કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે ઉન્નતિ દેસાઈ (યુનિટી વર્લ્ડ એશિયા અર્થ લોરિયલ મિસિસ ઇન્ટરનેશનલ વર્લ્ડ), શૈલેષ શાહ (પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ), ડૉ. સ્મિત પટેલ, નીતીશ પંચાલ, જયેશ વ્યાસ (જુનિયર નાના પાટેકર), નિમિષાબેન જાની (ટ્રસ્ટી સીને મીડિયા ફાઉન્ડેશન), ભારતીબેન પટેલ (પ્રમુખ જાગૃતિ મહિલા સમાજ, આણંદ), હંસાબેન ધ્રુવ, ઇવાબેન પટેલ, કમલાબેન પટેલ, સોનલબેન પટેલ, વૈશાલી શાહ, જયશ્રી ભટ્ટ, ડૉ. પ્રવીણાબેન પંડ્યા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય અંધ જન મંડળ, આણંદના બાળકો દ્વારા પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને માતા સરસ્વતી અને નારી શક્તિને નમન કરી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. મહેમાનોએ પોતાના સંબોધનમાં આત્મનિર્ભર નારી અને સ્ત્રી સશક્તિકરણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
આ પ્રસંગે નવસર્જન વિશ્વ વિક્રમ સાહિત્ય મંચ અને નમસ્કાર ગુજરાત દૈનિક સાહિત્ય સર્જન ગ્રૂપના સહિયારા સંપાદન હેઠળ રચાયેલ પુસ્તક “એક ભારત ના શિલ્પી – જય સરદાર પટેલ”નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સાહિત્ય, લોકસાહિત્ય, ફિલ્મ, શિક્ષણ, મીડિયા, સામાજિક સેવા, લોકનેતૃત્વ, વ્યવસાય, રમતગમત સહિત કુલ 11 વિભાગોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને નારી રત્ન સન્માન – 2026થી સન્માનિત કરવામાં આવી હતી. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં મહિલાઓ કાર્યક્રમમાં હાજર રહી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સીને મીડિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી નિમિષાબેન જાની, મંત્રી ઇવાબેન પટેલ, રમેશ ઠાકોર, નીતીશ પંચાલ, હર્ષિદા પંચાલ, રાજુ ગોહેલ, નયનભાઈ, સુનિલ રાજપૂત (ફોટોગ્રાફર), પીનાકીનભાઈ, પ્રિયા શર્મા, રાજલક્ષ્મી સિંહ, આરતી, હર્ષ જાની સહિતના સહયોગીઓએ મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન જુનિયર દિલીપકુમારે પોતાના હાસ્ય અને મધુર અવાજમાં ફિલ્મી ગીતો રજૂ કરીને કર્યું હતું. અંતમાં સન્માનિત મહિલાઓના ગ્રુપ ફોટા અને ચા-નાસ્તા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments