Thursday, March 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં મહિલા દિવસ નિમિતે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકેલ કેમ્પ...

મોરબીમાં મહિલા દિવસ નિમિતે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકેલ કેમ્પ યોજાયો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી, દ્વારા સંચાલીત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લીનિક અને સ્વસ્તિક વુમન્સ હોસ્પિટલ, મોરબી દ્વારા મહિલાઓમાં આરોગ્યની જાગૃતિ માટે મફત મેડિકેલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. કેમ્પ માં કુલ 25 થી વધારે દર્દીઓએ આરોગ્ય લાભ મેળવ્યો હતો.

આ કેમ્પમાં ડો.ડિમ્પલ વિરામગમાં (ગાયનેક) દ્વારા ગાયનેકોલોજી સંબંધિત તપાસ, બેઝિક હેલ્થ ચેક-અપ, માસિક અને પ્રજનન આરોગ્ય અંગે માર્ગદર્શન, ગર્ભાવસ્થા, PCOS તથા મેનોપોઝ સંબંધિત સલાહ, સાથે ફિઝીયોથેરાપીસ્ટ દ્વારા વુમન્સ હેલ્થ ફિઝીયોથેરાપી અને પ્રીવેન્ટીવ હેલ્થ માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ આયોજન માં ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝીયોથેરાપીસ્ટ વુમન્સ સેલ(IAPWC), રાજકોટ બ્રાન્ચ, ગુજરાતનો ખાસ સહયોગ પ્રાપ્ત થયો હતો

ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ.હિરલ જાદવાની, ડૉ.રાહુલ છતલાણી, ડૉ.ધ્વનિ નિમાવત અને ડૉ. ખ્યાતિ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને તે ડૉ.મુર્ગાનંદં પેર્યાસમેના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંચાલિત થયું હતું.દર્દીઓની તપાસ ઉપરાંત જાગૃતિ પ્રવૃત્તિઓમાં પણ સહભાગી બન્યા હતા.આ કેમ્પ દ્વારા સ્થાનિક રહેવાસીઓને વ્યાપક સ્વાસ્થ્ય લાભ મળ્યો હતો.શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ કૉલેજીસ મેનેજમેન્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના સેવાભાવી પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા આરોગ્ય કેમ્પોનું આયોજન થતું રહે તેવી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments