વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમ્મમાં ગુરુકૃપા મિનરલ્સ નામના ગળદા બેલા પથ્થરના પ્લાન્ટના લેબર કવાર્ટરમાંથી કેબલ વાયર સહિતની વસ્તુની ચોરી અંગે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસ દરમિયાન ચાર શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે
વાંકાનેરના ભેરડા ગામની સીમમાં ગુરુકૃપા મિનરલ્સ ગામના ગળદા બેલા પથ્થર પ્લાન્ટના લેબર કવાર્ટરમાં કોઈ અજાણ્યા ઇસમોએ તાળા તોડી કવાર્ટરમાં રાખેલ કેબલ વાયર આશરે 800 મીટર કીમત રૂ.૧,૮૬,૪૦૦,પાવર સપ્લાઈના સ્ટાટર નંગ ૮ કીમત રૂ.૮૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ૧,૯૪,૪૦૦ ના મુદામાલની ચોરી થયેલ હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાઈ છે જે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરવામાં આવતા આરોપી વાસુદેવભાઈ રમેશભાઈ દેગામાં, મનજીભાઈ ઉર્ફે શક્તિભાઈ મંગાભાઈ થરેસા, કનૈયાલાલ મગનાલાલજી રેગર અને ભેરુલાલ માંગુંલાલ ગુર્જરને ઝડપી પાડી બાળી નાખેલ તાંબાના વાયરના ગુંચડા વાયરો વજન ૫૪ કિલોગ્રામ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે











