મોરબી: પાટડી ખાતે આવેલ ઉદાસી આશ્રમ અને જગદીશ્વર મહાદેવ મંદિરના સમસ્ત સેવક પરિવાર દ્વારા પરમ શ્રદ્ધેય સિદ્ધ યોગી જોગી સદગુરુ જગાબાપાની 13મી પુણ્યતિથિ નિમિત્તે આગામી 22 માર્ચના રોજ ભવ્ય ‘ભાવ વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યજ્ઞ, શોભાયાત્રા અને રાત્રે નામાંકિત કલાકારોના સૂર રેલાશે.
આ ધાર્મિક મહોત્સવની વિગતો મુજબ, 22 માર્ચ 2026 ને રવિવારના રોજ પાટડી-ખારાગોઢા રોડ પર આવેલ ઉદાસી આશ્રમ ખાતે દિવસભર વિવિધ કાર્યક્રમોની વણઝાર જોવા મળશે.
કાર્યક્રમની રૂપરેખા
સવારે 07:30 કલાકે – યજ્ઞ પ્રારંભ
સવારે 10:15 કલાકે – મૂર્તિ પૂજન
સવારે 01:15 કલાકે – યજ્ઞની પૂર્ણાહુતિ
બપોરે 01:30 કલાકે – મહાપ્રસાદ
બપોરે 04:00 કલાકે – ભવ્ય શોભાયાત્રા
સાંજે 08:00 કલાકે – પુનઃ મહાપ્રસાદ
રાત્રે 10:00 કલાકે – ભવ્ય ‘જાહેર સંતવાણી’
નામાંકિત કલાકારો પધારશે
ભવ્ય સંતવાણીમાં ગુજરાતના નામાંકિત કલાકારો માયાભાઈ આહીર, ફરીદા મીર, દેવ પગલી, જયમંત દવે, ઉદય ધાંધલ, જિગ્નેશ બારોટ, ઉમેશ બારોટ, હકાભા ગઢવી, શિવરાજ ગઢવી, મેરુ રબારી, ગમન સાંથલ, વિજય સુવાડા, દડુભા કરપડા, ઋષભ અહીર અને રવિન્દ્ર સોલંકી પોતાની કલા પીરસશે.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુશા મહારાજ અને દાદુભાઈ રબારી દ્વારા કરવામાં આવશે. સીતારામ પરિવાર ઉદાસી આશ્રમ-પાટડી દ્વારા ધર્મપ્રેમી જનતાને આ તમામ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.












