Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabi‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ જયનાદ સાથે નવયુગ ગ્રુપ...

‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ જયનાદ સાથે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન – મોરબી બન્યું ગોકુળિયું ગામ..

મોરબી : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના દરેક કૅમ્પસને ગોકુળની જેમ સજાવ્યું હતું. બાલવાટિકાથી કૉલેજ સુધીનાં બાળકોએ શ્રીક્રુષ્ણ, બલરામ અને રાધાના વેશમાં આકર્ષણ જમાવ્યું હતું. બાલગોપાલને ટોપલામાં મૂકી વસુદેવ સાથે બધાં શોભાયાત્રામાં જોડાયાં. મહાઆરતી માટે સુંદર મજાની ઝાંખી ગોઠવવામાં આવી હતી, મહાઆરતીમાં વિભાગીય વડાઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વૃંદાવનની યાદ અપાવે તેવા સુંદર રાસ રજૂ થયા. બાળ કૃષણ સાથે જોડાયેલ ગોપુરમ- કે જે ખાસ માખણ ચોરીને ખાવા માટે મિત્રો સાથે લીલા કરતાં અને સાથે મળીને ખાતા. તેવી જ રીતે કે.જી.થી કૉલેજ સુધીના દરેક વિભાગની ગોરસ ભરેલી મટકી-ફોડના કાર્યક્રમ થયા. કૃષ્ણને પ્રિય એવી ગાય અને વાછરડાનું પૂજન આજના દિવસે કર્યું.

સંસ્થાના પ્રમુખ શ્રી પી.ડી. કાંજીયાસાહેબ તથા શ્રીમતી રંજનબેન પી. કાંજીયાએ બધાનો આભાર વ્યક્ત કરેલ. કાર્યક્રમોને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાએ સંકલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments