Friday, March 20, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સોમવારે બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા દિલીપભાઈ પટેલના વિજય સરઘસનું આયોજન

મોરબીમાં સોમવારે બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા દિલીપભાઈ પટેલના વિજય સરઘસનું આયોજન

મોરબી : બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવાર દિલીપભાઈ પટેલના વિજયને વધાવવા માટે મોરબીમાં આગામી સોમવારના રોજ એક ભવ્ય વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયાની યાદીમાં જણાવ્યા અનુસાર, આગામી તારીખ ૨૩/૦૩/૨૦૨૬ ને સોમવારે સવારે ૯:૩૦ વાગ્યે નટરાજ ફાટકથી મોરબી કોર્ટ સુધી દિલીપભાઈ પટેલના વિજય સરઘસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

આ તકે વિજય સરઘસમાં જોડાવા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબીના તમામ સિનિયર અને જુનિયર વકીલોને સમયસર હાજર રહેવા માટે મોરબી જિલ્લા વકીલ મંડળ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments