ચરાડવા ગામ નજીકથી ૪૮ વર્ષીય આધેડ બાઈક લઈને જતા હતા અને કોઈ કારણોસર બાઈક સ્લીપ થતા પડી જતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા આધેડનું મોત થયું હતું
મૂળ મધ્યપ્રદેશ હાલ હળવદ તાલુકાના અજીતગઢ ગામની સીમમાં રહેતા જયંતીભાઈ મંગળીયાભાઈ ચૌહાણ (ઉ.વ.૪૮) વાળા ગત તા. ૦૪ માર્ચના રોજ રાત્રીના પોતાનું બાઈક એમપી ૬૯ ઝેડડી ૦૬૩૧ લઈને ચરાડવા ગામના કેટી મિલ નજીકથી જતા હતા ત્યારે કાબુ ગુમાંવ્ત બૈલ સ્લીપ થતા પડી ગયા હતા અકસ્માતમાં જયંતીભાઈને માથામાં અને શરીરે ગંભીર ઈજાને પગલે મોત થયું હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે










