મયુર રાવલ હળવદ
રામલલાની ભવ્ય શોભાયાત્રા, નવા રથમાં બિરાજમાન શ્રીરામ • 23થી 26 સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો લોકપ્રિય કલાકાર દેવાયત ખવડનો ડાયરો આકર્ષણ કેન્દ્ર
હળવદ શહેરમાં ભગવાન શ્રીરામ ના પવિત્ર જન્મોત્સવ નિમિત્તે રામ નવમી મહોત્સવ આ વર્ષે ભવ્યતા સાથે ઉજવવા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર શહેરના મુખ્ય માર્ગો, મંદિરો અને દેવાલયોને આકર્ષક લાઈટિંગથી સજાવવામાં આવી રહ્યા છે, જેના કારણે હળવદ ‘મીની અયોધ્યા’ સમાન ઝળહળી ઊઠશે. નવા રથમાં બિરાજમાન થશે શ્રીરામ આ વર્ષે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી નવા ભવ્ય રથમાં વિરાજમાન થઈ શહેરભરમાં પરિભ્રમણ કરશે. આ રથ માટે અલ્પાલાઈન સિરામિકના શૈલેષભાઈ દેથરીયા પરિવાર દ્વારા રૂપિયા 3 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે, જે આ ઉત્સવમાં વિશેષ આકર્ષણ બની રહેશે.23થી 26 સુધી કાર્યક્રમોની ધમાકેદાર
રામ નવમી મહોત્સવ અંતર્ગત ચાર દિવસ સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે:તા. 23: હળવદ તાલુકાના 51 ગામોના ભાવિકો દ્વારા રામ સ્મૃતિ મંદિરને પોતાના ગામ લઈ જઈ પૂજા-અર્ચનાતા. 24: ગુજરાતના સુપ્રસિદ્ધ લોકકલાકાર દેવાયત ખવડ નો લોકડાયરો તા. 25: ગોપી મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો
તા. 26: સાંજે 4:30 વાગ્યે લક્ષ્મીનારાયણ ચોકથી ભવ્ય રામલલાની શોભાયાત્રા, વૈજનાથ મહાદેવ મંદિર ખાતે સમાપન થશે, શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બનશે
શહેરના મુખ્ય માર્ગો પર નીકળનારી આ ભવ્ય શોભાયાત્રામાં ડી.જે., ટ્રેક્ટર, જીપ્સી, ફોર વ્હીલર અને બાઈક સહિત મોટી સંખ્યામાં વાહનો જોડાશે. ઠેર ઠેર ભક્તો માટે ઠંડા પાણી અને સરબતની વ્યવસ્થા કરવામાં આવશે. આકર્ષક ફ્લોટ્સ અને સેલ્ફી પોઇન્ટ્સ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ચૈત્રી નવરાત્રી દરમ્યાન ધાર્મિક માહોલ
ચૈત્રી નવરાત્રી દરમ્યાન શહેરના વિવિધ વિસ્તારોમાં હનુમાન ચાલીસા પાઠ, સત્સંગ સભા અને ભજન કાર્યક્રમો યોજાશે. શહેરના ધાર્મિક મંડળો, મહિલા મંડળો અને સત્સંગ મંડળો ઉત્સાહભેર ભાગ લેશે.સર્વ સમાજને ખુલ્લું આમંત્રણ
રામ જન્મોત્સવ સમિતિના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, જન્માષ્ટમી ઉત્સવ સમિતિના પ્રમુખ ડો. મિલનભાઈ માલપરા તથા કિરણભાઈ પંડ્યાએ શહેરના તમામ પરિવારોને આ મહોત્સવમાં જોડાવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વેપારી મહામંડળ સહિત વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.હળવદમાં ઉજવાતો રામ નવમી મહોત્સવ આ વર્ષે ભક્તિ, ભવ્યતા અને એકતાનો અનોખો મેળાપ બની સમગ્ર શહેરને આધ્યાત્મિક રંગમાં રંગી દેશે.












