Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જલારામ ધામ ખાતે રામનવમીના પાવન પર્વે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે

મોરબી જલારામ ધામ ખાતે રામનવમીના પાવન પર્વે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે

મોરબી : સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ પ્રભુ રામના જન્મોત્સવ (રામ નવમી) નિમિત્તે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ સેવા મંડળ દ્વારા શહેરના જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જલારામ ધામ ખાતે પ્રભુ રામના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત રામનવમીના દિવસે બપોરે ૧૧:૩૦ કલાકે પ્રભુ રામનું પૂજન કરવામાં આવશે. ત્યારબાદ બપોરે ૧૨:૦૦ કલાકે મહાઆરતી યોજાશે અને બપોરે ૧૨:૩૦ કલાકે ફરાળ મહાપ્રસાદનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે.

આથી શહેરની ધર્મપ્રેમી જનતાને પ્રભુ રામના જન્મોત્સવના વધામણા કરવા, મહાઆરતીનો અમૂલ્ય લાભ લેવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા પધારવા મોરબી જલારામ સેવા મંડળ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments