મોરબી : આવતીકાલે તારીખ ૨૬ માર્ચના રોજ મોરબીમાં રામ જન્મોત્સવ શતાબ્દી ગૌરવ યાત્રા નીકળનાર છે. આ શતાબ્દી ગૌરવ યાત્રાના સ્વાગત માટે મોરબી રાજપૂત સમાજ તેમજ મોરબી રાજપૂત કરણી સેના દ્વારા સંયુક્ત રૂપે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્વાગત કાર્યક્રમ મહારાણા પ્રતાપ સર્કલ ખાતે રાખવામાં આવ્યો છે. આયોજકો દ્વારા તમામ ધર્મપ્રેમી જનતા અને ભાઈઓને આ ભવ્ય શોભાયાત્રાનો લાભ લેવા તથા યાત્રાના સ્વાગતમાં મોટી સંખ્યામાં જોડાવા માટે સાદર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કાર્યક્રમની વિગત
તારીખ:- ૨૬/૦૩/૨૦૨૬, ગુરુવાર
સમય:- સાંજે ૪:૦૦ કલાકે
સ્થળ:- મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી – ૨











