સરધારકા ગામ નજીકથી બે યુવાન એકટીવા લઈને જતા હતા ત્યારે ટ્રક ચાલકે એકટીવાને ઠોકર મારી પછાડી દીધા હતા અકસ્માતમાં એકટીવા સવાર બંને યુવાનને ઈજા પહોંચી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકાના દલડી ગામે રહેતા અબ્દુલ અલીભાઈ પરાસરાએ ટ્રક જીજે ૧૫ એક્સએક્સ ૯૯૪૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૩ ના રોજ ફરીઅદીના દીકરા મોહમદસૂબહારઝા અને ફરિયાદીના ભત્રીજા દાનીશ પરાસરા બંને એકટીવા જીજે ૦૩ એચપી ૯૫૪૧ લઈને વાંકાનેર તાલુકાના પલાસડી ગામથી દલડી આવતા હતા ત્યારે સરધારકા-વાંકાનેર રોડ પર પહોંચતા ટ્રક ચાલકે પુરઝડપે ચલાવી અચાનક કાઉ મારી એકટીવાને હડફેટે લીધું હતું જે અકસ્માતમાં ફરિયાદીના દીકરા મોહમદસૂબહારઝાને પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજા અને ભત્રીજાને પગમાં ફ્રેકચર ઈજા કરી હતી વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે










