રામાયણના ૬૨ પાત્રોએ વેશભૂષા અને શ્લોકો, કોટેશન અને મંત્રો સાથે શ્રીરામના મહિમાનું ગુણગાન ગાયું
દશ માથાવાળો રાવણ, હોડી સાથેનો કેવટ, કાવડ સાથેનો શ્રવણ અને નાનકડી ખિસકોલી બનેલ કેજીના ભૂલકાઓ આકર્ષણનું કેન્દ્ર
રામનવમીની પાવન પર્વની પૂર્વસંધ્યાએ હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં રામ મહોત્સવ ઉજવાયો. કેજી થી ધો. પાંચના ૬૨ બાળકોએ રામાયણના પાત્રોની વેશભૂષા ધારણ કરીને આવ્યા. પ્રત્યેક બાળકે પોતાના પાત્રને લગતા વાલ્મિકી રામાયણના શ્લોકો, દુહા, ચોપાઈ અને એકપાત્રીય અભિનયથી રામાયણના પાત્રોનો મહિમા દર્શાવ્યો. આ તકે ડો. મહેશ પટેલે મર્યાદા પુરુષોત્તમ રામના કાર્યમાં યથાશક્તિ જોડાઈ જનાર ખિસકોલીના પાત્રનું વર્ણન કરી સૌને રામકામ અને રામનામનો મહિમા સમજાવ્યો હતો.

















