Monday, March 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોડપર ખાતે કોઝવે ચેકડેમનું ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

મોડપર ખાતે કોઝવે ચેકડેમનું ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

મોરબી: આજરોજ મોડપર ગામ ખાતે બેઠી કોઝવે ચેકડેમના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત દુર્લભજીભાઇ દેથરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ચેકડેમના નિર્માણથી વિસ્તારના પાણી સંચયમાં વધારો થવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ યોજના પૂર્ણ થયા બાદ આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર વધશે તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે, જેના કારણે ખેતીમાં ઉત્પાદન વધશે અને ખેડૂતોને સીધી રીતે લાભ મળશે.

ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પાણી સંચય અને કૃષિ વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ પ્રકારના ચેકડેમ પ્રોજેક્ટ્સ ગ્રામ્ય વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મોડપર અને આસપાસના ગામોના ખેડૂતો માટે આ ચેકડેમ આશીર્વાદરૂપ સાબિત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments