મોરબીના સામાકાંઠે સાયન્સ કોલેજ પાછળ આવેલ સિરામિક ફેકટરીમાંથી ટ્રક બહાર કાઢતી વખતે ટ્રક ચાલકે ગલફતભરી રીતે ચલાવતા યુવાનને અડફેટે લીધો હતો અને ગંભીર ઈજાને પગલે યુવાનનું મોત થયું છે
મોરબીની જવાહર સોસાયટીમાં રહેતા મુકેશભાઈ લાલજીભાઈ ચૌહાણે ટ્રક ટીએન ૫૨ એબી ૦૨૨૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો ભત્રીજો મયુર જેસિંગભાઈ ચૌહાણ (ઉ.વ.૨૬) વાળો ગત તા. ૦૪ ના રોજ બપોરે સાયન્સ કોલેજ પાછળ આવેલ વિન્ટેજ કારખાનામાં કોઈ ટ્રક વાળાને કારખાનું બતાવવા ગયો હતો ત્યારે ટ્રક ટીએન ૫૨ એબી ૦૨૨૦ ના ચાલકે કારખાનામાંથી ટ્રક બહાર કાઢવા સમયે પુરઝડપે ચલાવી મયુરને હડફેટે લીધો હતો અકસ્માતમાં યુવાનના છાતીનો ભાગ ફાડી નાખી તેમજ મોઢે, હાથે અને પગે ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે










