વાંકાનેરના રાણેકપર ગામની સીમમાં પાણી ભરેલા ખાડામાં પડી જવાથી એક યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. મોરબી ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો, જે અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, વાંકાનેર સીટી પોલીસ મથકની હદમાં આવતા રાણેકપર ગામની ખારી સીમ વિસ્તારમાં એક પાણીના ખાડામાં આશરે ૩૦ થી ૩૫ વર્ષની વયનો રાહુલ નામનો યુવાન કોઈ કારણોસર પડી ગયો હતો. પાણીમાં ડૂબી જવાથી યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. હાલમાં મૃતક યુવાનના પૂરા નામ અને સરનામા અંગે કોઈ ચોક્કસ વિગત મળી નથી, જેથી પોલીસે તેના વાલીવારસોની શોધખોળ અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.










