મોરબી: મોરબી સ્થિત આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજિસ હેઠળ કાર્યરત આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સાયન્સ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. સંસ્થાની પ્રતિભાશાળી વિદ્યાર્થીની કનઝારિયા ચારુ એન. એ MCA સેમેસ્ટર 1 ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 4 થો ક્રમ પ્રાપ્ત કરીને સંસ્થા, પરિવાર તેમજ સમગ્ર મોરબી શહેરનું નામ રોશન કર્યું છે.
આ સિદ્ધિ સંસ્થાની ગુણવત્તાસભર શિક્ષણ પદ્ધતિ અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. કનઝારિયા ચારુએ પોતાની મહેનત અને સમયબદ્ધ આયોજન દ્વારા આ સફળતા હાંસલ કરી છે, જે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનશે. સંસ્થામાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ અને સમર્પિત ફેકલ્ટી ટીમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીએ આ સિદ્ધિ મેળવી છે.
ટ્રસ્ટીઓ અને સ્ટાફ દ્વારા અભિનંદન વર્ષા
આ સિધ્ધિ બાદ સંસ્થાના ટ્રસ્ટીઓ પ્રસાદભાઈ ગોરીયા, રમેશચંદ્રભાઈ કૈલા તેમજ ડૉ. મિલન વ્યાસ દ્વારા વિદ્યાર્થીનીને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની આવી સિદ્ધિઓ સંસ્થાની ગુણવત્તા અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠાને ઉજાગર કરે છે. સંસ્થાના પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફે પણ વિદ્યાર્થીનીના ઉત્કૃષ્ટ પ્રદર્શનને વધાવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સંસ્થા દ્વારા ભવિષ્યમાં પણ આવા જ ઉત્તમ પરિણામો પ્રાપ્ત થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.











