Monday, April 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જીકીયારીમાં ડેમ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત: બેને ઈજા

મોરબીના જીકીયારીમાં ડેમ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત: બેને ઈજા

મોરબીના જીકીયારી ગામમાં આવેલ ડેમની ગોલાઈમાં એક બેફામ ગતિએ આવતા ટ્રક ચાલકે મોટરસાયકલને જોરદાર ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે શખ્સોને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મોરબી તાલુકા પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, પડધરી તાલુકાના બોડી ઘોડી ગામે રહેતા દેવશીભાઇ તેજાભાઇ શિરોડીયા અને વાછાભાઇ પોતાના હીરો ડીલક્ષ મોટરસાયકલ નંબર GJ-03-PF-7586 પર જીકીયારી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન જીકીયારી ડેમ પાસેની ગોલાઈમાં સામેથી આવતા એક ટ્રક નંબર GJ-14-Z-7828 ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો. આ ટક્કરમાં દેવશીભાઇને ગાલ અને જડબાના ભાગે મૂઢ ઈજાઓ થઈ હતી, જ્યારે બાઈક ચલાવી રહેલા વાછાભાઇને માથા, છાતી અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments