મોરબી: મોરબીના રવાપર-ધુનડા રોડ પર આવેલી લોટ્સ 158 સોસાયટીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સોસાયટીના A 3 એપાર્ટમેન્ટના મીટર બોક્સમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક આગેવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આવા આકસ્મિક બનાવો સમયે મોટી દુર્ઘટના નિવારવા માટે દરેક લોકોને પોતાના ઘરમાં અને સોસાયટીમાં પ્રાથમિક ફાયર સેફ્ટીના સાધનો અચૂક રાખવા માટે અપીલ કરવામાં આવી છે.








