Monday, April 20, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી શહેરના રસ્તાઓ અને શેરીઓને યોગ્ય ડિસ્પ્લે બોર્ડથી ઓળખ આપવા કમિશનરને રજૂઆત

મોરબી શહેરના રસ્તાઓ અને શેરીઓને યોગ્ય ડિસ્પ્લે બોર્ડથી ઓળખ આપવા કમિશનરને રજૂઆત

મોરબી: મોરબી શહેરના વિવિધ રસ્તાઓ, શેરીઓ અને જાહેર માર્ગોને યોગ્ય ડિસ્પ્લે બોર્ડ કે દિશાસૂચક પાટિયા દ્વારા ઓળખ આપવા અંગે સામાજિક કાર્યકર અને પર્યાવરણ પ્રેમી જીતુભાઈ ઠક્કરે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને એક લેખિત રજૂઆત કરી છે.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે દરેક શહેરની પોતાની આગવી ઓળખ હોય છે અને તે અંતર્ગત શહેરના રોડ, રસ્તા, મહોલ્લા, ગલીઓ કે ચોક વગેરેનું નામકરણ કરવામાં આવે છે. સમયાંતરે જે તે જગ્યાઓને ત્યાંની ઓળખરૂપ કોઈ સ્થાપત્ય કે મહાનુભાવના નામ સાથે જોડીને નામોના નવીનીકરણ પણ થતા રહે છે, જેનાથી જે તે જગ્યા, વ્યક્તિ કે શહેરનું ગૌરવ વધે છે.

મોરબી શહેરમાં પણ આ રીતે ઘણા વિસ્તારોનું નામાભિધાન થયું છે પરંતુ દુર્ભાગ્યે યોગ્ય માવજતના અભાવે અને સમયસર અપડેટ ન થવાના કારણે આવા કેટલાય વિસ્તારો વિશે લોકો અજાણ છે. વળી, યોગ્ય ડિસ્પ્લેના અભાવે બહારથી આવતા અજાણ્યા લોકોને પણ જે તે વિસ્તાર શોધવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આવા સંજોગોમાં મોરબી શહેરના એક જાગૃત નાગરિક તરીકે જીતુભાઈ ઠક્કરે માંગ કરી છે કે શહેરના આવા દરેક વિસ્તારને યોગ્ય ડિસ્પ્લે બોર્ડ, તકતી કે દિશાસૂચક પાટિયાઓ દ્વારા સુશોભિત રીતે દર્શાવવામાં આવે જેથી શહેરની સુંદરતા વધવાની સાથે લોકોની સુવિધામાં પણ વધારો થાય.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments