Wednesday, April 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં એન્જલ કોસ્મેટિક્સની ત્રીજી બ્રાન્ચનો ધમાકેદાર શુભારંભ.

મોરબીમાં એન્જલ કોસ્મેટિક્સની ત્રીજી બ્રાન્ચનો ધમાકેદાર શુભારંભ.

પરિવારની દીકરીઓના હસ્તે રીબીનકાપી વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યુ.

રાજ્યમંત્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રી, જીલ્લા ભાજપ પ્રમુખ જીલ્લા ભાજપ પ્રભારી, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ, પત્રકારો, ઉદ્યોગપતિ સહિતનાઓએ હાજરી આપી અભિનંદન પાઠવવા સાથે આશીર્વાદ આપ્યા.

મોરબીમાં છેલ્લા દસકામાં સોંદર્ય પ્રસાધનોના વ્યવસાયમાં ખુબ નામના મેળવનાર એન્જલ કોસ્મેટિક્સની પ્રથમ બ્રાન્ચ પારેખ શોપિંગ જુના બસ સ્ટેશન સામે , બીજી બ્રાન્ચ રવાપર રોડ પર અને લોકલાગણીને માન આપી અખાત્રિજના પવિત્ર દિવસે ત્રીજી બ્રાન્ચ તુલસી શોપિંગ સેન્ટર, દુકાન નં 10 સંકલ્પ એપાર્ટમેન્ટ સામે અવની ચોકડી ખાતે ખુલી મુકવામાં આવી.

પરિવારની દીકરીઓ એન્જલ, આધ્યા, નિધિ, વિયોના, હીયા, પ્રાંચી, જીયા, હીર ના શુભ હસ્તે રીબીન કાપી બ્રાન્ચનો શુભારંભ કરાયો.

મોરબીના સિનિયર પત્રકાર પ્રવિણભાઇ વ્યાસના જયેસ્ટ પુત્ર ધર્મેન્દ્ર વ્યાસ ( જીગાભાઇ ) ના પુત્ર યસ વ્યાસ તેમજ વિમલ શાહ દ્વારા આ બ્રાન્ચનુ સફળતા સાથે સંચાલન કરવામાં આવશે.

અહીંથી કોસ્મેટિક્સની કોઈ પણ રાષ્ટ્રીય કે આંતર રાષ્ટ્રીય કંપનીયો જેવીકે, લોરીયલ, બ્રિલિયર, લીયના, આઇકોનિક, વેલા, મેટ્રિક્સ, ગોદરેજ, લેકમે, લોટસ સહીત તમામે તમામ જાણીતી બ્રાન્ડના સોંદર્ય પ્રસાધનો અહીંથી ખુબ વ્યાજબી કિંમતે મળી રહેશે. તેમજ બ્રાન્ડેડ મેકઅપ ના સ્પેસ્યાલીસ્ટ, બ્યુટીપાર્લર અને સલૂનની તમામ આઈટમો જે પ્રથમ બન્ને એન્જલ કોસ્મેટિક્સમાં મળે છે તે બધી આઈટમ અહીંથી પણ મળી રહેશે.

ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારીયા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, મોરબી જીલ્લા પ્રભારી ગજેન્દ્ર સક્સેના, મંત્રી જીતુભાઇ પટેલ (એડવોકેટ- નોટરી ) પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, સ્કાય ટચ પાર્લરના સંચાલક યતીનભાઈ ઠોરીયા , શૈલેષભાઈ ઠોરીયા, અગ્રણી ઉદ્યોગપતિ દિલુભા જાડેજા ( જયદીપ ગ્રુપ ઓફ કંપનીઝ ) પી. ડી. કાંજીયા સાહેબ (નવયુગ) સહીત અનેક વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પત્રકાર મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને ચિં. યશ અને વિમલ શાહને અભિનંદન અને ઉત્તરોતર પ્રગતિ કરતા રહો તેવી શુભકામનાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments