Wednesday, April 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન અને મત ગણતરી અન્વયે જિલ્લા કલેક્ટર...

મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન અને મત ગણતરી અન્વયે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે

ચૂંટણી પ્રક્રિયા અંગેની માહિતી અને રજૂઆતો માટે ટેલિફોન અને ઇ-મેઇલ દ્વારા સંપર્ક કરી શકાશે

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, મોરબી જિલ્લામાં સમાવિષ્ટ મોરબી મહાનગરપાલિકા તેમજ વાંકાનેર, ટંકારા અને માળિયા(મ) નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. આ સાથે જ મોરબી જિલ્લા પંચાયત અને જિલ્લાની તમામ પાંચ તાલુકા પંચાયતો (મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા, માળિયા(મીં)) ની સામાન્ય ચૂંટણીઓ માટે પણ આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીઓ માટે મતદાન અને મત ગણતરી અન્વયે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે.

સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન થાય તેમજ મતદાન અને મતગણતરીના દિવસો દરમિયાન વહીવટી સંકલન જળવાઈ રહે તે હેતુથી મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીની કચેરી ખાતે ખાસ ચૂંટણી કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી, માર્ગદર્શન કે રજૂઆતો માટે નાગરિકો અને હિતધારકો કન્ટ્રોલ રૂમના ટેલિફોન નંબર: ૦૨૮૨૨-૨૪૩૩૦૦, ૦૨૮૨૨-૨૪૩૪૩૫ તથા ઇ-મેઇલ એડ્રેસ: collector.mor.sthaniksw@gmail.com નો  સંપર્ક કરી શકશે. અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટરશ્રીની દેખરેખ હેઠળ આ કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે તેવું અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને મોરબી નિવાસી અધિક કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments