Monday, April 27, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં વૃદ્ધ અને અશક્ત મતદારોને બુથ સુધી પહોંચવામાં પોલીસ બની મદદરૂપ

મોરબી જિલ્લામાં વૃદ્ધ અને અશક્ત મતદારોને બુથ સુધી પહોંચવામાં પોલીસ બની મદદરૂપ

મોરબી : લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે અત્યંત જરૂરી છે. મોરબી જિલ્લામાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાની સાથે-સાથે પોલીસે માનવતાવાદી અભિગમ અપનાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મતદાન મથકો પર અનેક વૃદ્ધ, દિવ્યાંગ અને શારીરિક રીતે અશક્ત નાગરિકો મતદાન કરવા પહોંચ્યા હતા. આવા સમયે મોરબી પોલીસે ફરજની સાથે સેવાનો સમન્વય સાધીને આ તમામ લોકોને મતદાન કુટીર સુધી પહોંચવામાં અને સુરક્ષિત રીતે પરત ફરવામાં મદદ કરી હતી. પોલીસ જવાનોએ વ્હીલચેર મારફતે તેમજ હાથ પકડીને વૃદ્ધો અને અશક્તોને મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા. પોલીસની આ સરાહનીય કામગીરીને કારણે અનેક નાગરિકો કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના પોતાની મતદાનની પવિત્ર ફરજ અદા કરી શક્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments