મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં ઇમામના ઓટા પાસે રહેતા સમસુદીનભાઈ અકબરભાઈ પઠાણ (ઉંમર 24)નું મોટરસાયકલ ચોરી જવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદીની માલિકીનું અંદાજે રૂપિયા 20 હજારની કિંમતનું જીજે-36-એકયું-2780 નંબરનું મોટરસાયકલ ગત તા. 28ના રોજ અજાણ્યા ઇસમ દ્વારા ચોરી કરવામાં આવ્યું હતું.
આ બનાવ અંગે સમસુદીનભાઈએ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી આરોપીની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે. વિસ્તારમાં વધતી ચોરીની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.








