Friday, May 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાનગરપાલિકાની લાયબ્રેરીમાં હવે ઓનલાઈન સભ્યપદ સુવિધા શરૂ

મોરબી મહાનગરપાલિકાની લાયબ્રેરીમાં હવે ઓનલાઈન સભ્યપદ સુવિધા શરૂ

મોરબી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તકાલય, ગ્રીન ચોક પુસ્તકાલય તથા કેસરબાગ પુસ્તકાલયોમાં નાગરિકોને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુસર હવે ઘરબેઠાં ઓનલાઈન માધ્યમથી સભ્યપદ મેળવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સરળ અને ઝડપી રીતે પુસ્તકાલયની સેવાઓ સાથે જોડવાનો છે, જેથી વધુમાં વધુ લોકો વાંચન પ્રવૃત્તિ સાથે જોડાઈ શકે.

સભ્યપદ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે નાગરિકોએ પ્રથમ ઓનલાઇન મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન સર્ચ કરીને સીટીઝન લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ “લાયબ્રેરી સીટ રજીસ્ટ્રેશન” વિકલ્પ પસંદ કરતાં સભ્યપદ માટેનું ઓનલાઈન ફોર્મ ખુલશે. આ ફોર્મમાં અરજદારે પોતાની તમામ જરૂરી વિગતો ચોક્કસ અને પૂર્ણ રીતે દાખલ કરવાની રહેશે. ઉપરાંત, અરજદારે પોતાની ઓળખ માટે આધારકાર્ડ તથા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવો ફરજિયાત રહેશે.

સભ્યપદ મેળવવા માટે 100 રૂપિયા ડિપોઝિટ તથા 30 રૂપિયા વાર્ષિક લવાજમ, એમ કુલ 130 રૂપિયાની રકમ ઓનલાઈન પેમેન્ટ દ્વારા જમા કરાવવાની રહેશે. પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાગરિક સરળતાથી પુસ્તકાલયના સદસ્ય બની શકશે અને ઉપલબ્ધ તમામ સુવિધાઓનો લાભ લઈ શકશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયોમાં વાચકો માટે વિવિધ વિષયોના પુસ્તકો, સામયિકો અને દૈનિક સમાચારપત્રોની સમૃદ્ધ વ્યવસ્થા ઉપલબ્ધ છે. પુસ્તકાલયોમાં સાહિત્ય, ઇતિહાસ, વિજ્ઞાન, ભૂગોળ, મનોરંજન, બાળસાહિત્ય, હાસ્યલેખન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી માર્ગદર્શિકા અને સામાન્ય જ્ઞાન સંબંધિત પુસ્તકોનો વિશાળ સંગ્રહ ઉપલબ્ધ છે. આ ઉપરાંત આધુનિક સમયના લોકપ્રિય લેખકોના પુસ્તકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

નવા પુસ્તકોના સતત ઉમેરાથી મોરબી શહેરના નાગરિકોને વાંચનક્ષેત્રે વધુ વૈવિધ્ય અને ગુણવત્તાસભર સામગ્રી ઉપલબ્ધ થતી રહેશે. આ તમામ સુવિધાઓનો લાભ લઈ નાગરિકો પોતાની જ્ઞાનસંપત્તિમાં વધારો કરી શકે છે. જેથી મોરબી મહાનગરપાલિકાની લાયબ્રેરી શાખા દ્વારા શહેરના તમામ નાગરિકોને નજીકના પુસ્તકાલયના સભ્ય બની આ આધુનિક સુવિધાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments