મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તા. 13 મે 2026 બુધવારના રોજ વિવિધ કૃષિ પેદાશો અને શાકભાજીના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આજે યાર્ડમાં વિવિધ પાકોની સારી આવક નોંધાતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને ઘઉં, જીરું, ચણા અને ગુવારબી જેવી જણસીઓની નોંધપાત્ર આવક થઈ હતી.
માર્કેટિંગ યાર્ડમાં પ્રતિ 20 કિલોના ઊંચા બજાર ભાવ મુજબ કપાસનો ભાવ રૂ. 1751, તલ રૂ. 2052, મગફળી રૂ. 1348 અને જીરું રૂ. 3800 સુધી પહોંચ્યો હતો. ઉપરાંત તુવેરનો ભાવ રૂ. 1401, સુવાદાણા રૂ. 1505, એરંડા રૂ. 1260 તથા કાળા તલનો ભાવ રૂ. 3370 નોંધાયો હતો. ઘઉંનો ભાવ રૂ. 526, બાજરો રૂ. 539, ચણા રૂ. 1050 અને જુવાર રૂ. 1004 સુધી રહ્યો હતો.
શાકભાજી વિભાગમાં પણ અનેક શાકભાજીના સારા ભાવ નોંધાયા હતા. લીંબુનો સૌથી વધુ ભાવ રૂ. 2000 પ્રતિ 20 કિલો રહ્યો હતો. જ્યારે લીલા મરચાં રૂ. 520, ટમેટા રૂ. 540, ભીંડો રૂ. 480, કારેલા રૂ. 450 અને ગુવાર રૂ. 550 સુધી વેચાયા હતા. ઉપરાંત રીંગણા, કાકડી અને સુકી ડુંગળીના ભાવ રૂ. 300 જ્યારે કોબીજ અને દુધી રૂ. 200 પ્રતિ 20 કિલો નોંધાયા હતા.
આજે યાર્ડમાં વિવિધ પાકોની આવકમાં 950 ક્વિન્ટલ ઘઉં, 143 ક્વિન્ટલ જીરું, 76 ક્વિન્ટલ ચણા, 72 ક્વિન્ટલ ગુવારબી, 38 ક્વિન્ટલ તલ અને 15 ક્વિન્ટલ એરંડાની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ અને સારી આવકને કારણે ખેડૂતોમાં સંતોષનો માહોલ જોવા મળ્યો હતો.











