Friday, May 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં RSS દરબારગઢ ઉપનગર દ્વારા બાળકો માટે ‘મસ્તી કી પાઠશાલા’ ઉનાળુ શિબિરનું...

મોરબીમાં RSS દરબારગઢ ઉપનગર દ્વારા બાળકો માટે ‘મસ્તી કી પાઠશાલા’ ઉનાળુ શિબિરનું આયોજન

મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દરબારગઢ ઉપનગર દ્વારા બાળકો માટે વિશેષ ઉનાળુ શિબિર ‘મસ્તી કી પાઠશાલા’નું આયોજન કરવામાં આવ્યું છે. વેકેશન દરમિયાન બાળકોનો સમય સર્જનાત્મક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પસાર થાય તેમજ બાળકોમાં નવી કળાઓ અને સંસ્કારોનો વિકાસ થાય તે હેતુથી આ શિબિર યોજાઈ રહી છે. આ શિબિર આગામી તા. 17 મે થી 24 મે 2026 દરમિયાન યોજાશે. દરરોજ સાંજે 5:30 થી 7:15 કલાક સુધી ચાલનારી આ શિબિર રવાપર રોડ સ્થિત નીલકંઠ વિદ્યાલય ખાતે યોજાશે. શિબિરમાં 6 થી 12 વર્ષના છોકરા અને છોકરીઓ ભાગ લઈ શકશે. શિબિર માટે ફી રૂપિયા 500 નક્કી કરવામાં આવી છે.

આ 8 દિવસીય શિબિરમાં બાળકોને વિવિધ સર્જનાત્મક અને શારીરિક પ્રવૃત્તિઓ શીખવવામાં આવશે. જેમાં દેશી રમતો, યોગ, ચિત્રકલા, માટી કલા, કરાટે (નિયુદ્ધ), આગના ઉપયોગ વગર રસોઈ તથા કાગળ કલા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે વાલીઓ માટે ‘બાળપણની યાદો’ વિષય પર વિશેષ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શિબિર પૂર્ણ થયા બાદ દરરોજ બાળકો માટે અલ્પાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ શિબિરમાં પોતાના બાળકોનું નામ નોંધાવવા ઇચ્છુક વાલીઓ શ્રેયભાઈ ગોહેલના મોબાઈલ નંબર 8927109638 અથવા 7016376678 પર સંપર્ક કરી શકશે. ઉપરાંત QR કોડ સ્કેન કરીને પણ રજીસ્ટ્રેશન કરવાની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments