ઉત્સાહ અને રોમાંચ માટે લાઇવ દર્શન:સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા
ભુજ શહેર ના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઈટ સાંસદ ક્રિકેટ
ટુર્નામેન્ટ સિઝન – 4 ના 12 માં દિવસે મીરઝાપર અને જ્યુબિલી ખાતે મેચો રમાઈ રહી છે. કચ્છ સાંસદશ્રીએ જણાવ્યું હતું કે ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાનાજનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. 400 થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
કચ્છ –મોરબી માળીયા ની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહ્યા છે.આ સાથે તારીખ 14/05/2026 ના બારમા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ “DILR ઇલેવન ભુજ”અને ”સિટી સર્વે ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ જેમાં DILR ઇલેવન ભુજ ની ટીમ વિજેતા થઈ બીજી મેચ “ડાન્સર ઇલેવન ભુજ” અને “બજરંગ
ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ, જેમાં ડાન્સર ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. ત્રીજી મેચ “રાણા ઇલેવન ભુજ અને “ભાડા ઇલેવન ભુજ ” વચ્ચે રમાઇહતી જેમાં રાણા ઇલેવન ટીમ ની જીત થઈ ચોથી મેચ “કુંભાર ઇલેવન ભુજ” અને “ વણકર ઇલેવન ખભરા વચ્ચે રમાઇ, જેમાં કુંભાર ઇલેવન ભુજની જીત થઈ પાંચમી મેચ “પચ્છમ ઇલેવન ખાવડા” અને “ખત્રી ઇલેવન અંજાર” વચ્ચે રમાઇ, જેમાં ખત્રી ઇલેવન અંજાર ની ટીમ વિજેતા થઈ જયાર છઠ્ઠી મેચ “Rento Rider ઇલેવન ખાવડા” અને “દ્વારકેશ ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ જેમાં “Rento Rider ઇલેવન ખાવડા” ટીમ વિજેતાથઈ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સર્વશ્રી જુરી કમિટીના સભ્યોહાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે.












