મોરબીનાં પીપળી ગામે તસ્કરોએ પશુધનને નિશાન બનાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ગામમાં ઘર પાસે આવેલા પશુ બાંધવાના વાડામાંથી અજાણ્યો ચોર ઇસમ એક ભેંસ અને બે પાડીઓની ચોરી કરી રફુચક્કર થઈ જતાં મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પીપળી ગામે ફરિયાદી મહેશભાઈ નાજાભાઈ મુંધવાના ઘર પાસે આવેલા ઢોર બાંધવાના વાડામાંથી આ ચોરી થઈ હતી. કોઈ અજાણ્યો ચોર ઇસમ ફરિયાદીની માલિકીની એક ભેંસ તથા બે ખડેલા પાડી મળી કુલ રૂ ૧,૧૦,૦૦૦ની કિંમતના પશુઓની ચોરી કરી નાસી ગયો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.










